Jokes SMS [Gujarati Funny Jokes]

Added 1 year ago

પતિ : હજુ તો ઘર માં પગ મુક્યો નથી ત્યાં તારું બોલવાનું ચાલુ થઇ જાય છે. કેટલું બધું બોલે છે થોડું ઓછું બોલ. તને એમ ના થાય કે ધણી થાક્યો પાક્યો ઘરે આવ્યો છે તો તેને થોડી શાંતિ લેવા દઈએ. તેને થોડો રીલેક્સ થવા દઈએ .

પત્ની : લે...અમારે રીલેક્સ ના થવું હોય ?

HeartLike SMS #32 - SMS Length: 633
|
Added 2 years ago

એક ડોશીએ કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી.
જજે ડોશીને પૂછ્યું કે આટલા બધા લાંબા વખત સાથે રહ્યા પછી છૂટાછેડા લેવાનું કારણ?
ડોશી : જજ સાહેબ,
મારા પતિ મારાપર માનસીક અત્યાચાર ગુજારે છે
જજ: એ કેવી રીતે?
ડોશી : એને જયારે મરજી થાય ત્યારે મને ખરીખોટી સંભળાવે છે..
અને હું જયારે સામે જવાબ આપવાનું શરુ કરું ત્યારે..
એ કાનમાંથી મશીન કાઢી નાખે છે.

HeartLike SMS #30 - SMS Length: 863
|
Added 2 years ago

હૃદય મૂકીને ચહેરાની દિવાની થઈ છે આ દુનિયા,
હવે સમજાયું આ સેલ્ફી વાળા ફોન કેમ આટલા મોંઘા આવે છે......

HeartLike SMS #31 - SMS Length: 251
|
Added 2 years ago

સત્યનાં કડવાં પ્રયોગો..

છોકરો ભણી-ગણીને પોતાનાં પગ પર ઉભો રહેતા શીખે.!

ત્યાં સુધીમાં તો સાથે ભણતી છોકરીનાં બાળકો ચાલતાં શીખી ગયા હોય

HeartLike SMS #26 - SMS Length: 350
|
Added 2 years ago

મોબાઇલ ફોન માં 1% બેટરી હોવા છતાં જે માણસ

.
.
.
.
.

.

ચાર્જર માટે હાંફળો-ફાંફળો થતો નથી એ માણસો ને જ ભગવાન શ્રીકૃષ્ણ એ ગીતામાં સ્થિતપ્રજ્ઞ કીધા છે

HeartLike SMS #31 - SMS Length: 373
|
Added 2 years ago

ઘૂઘેશ :-'આઈ લવ યુ ..."
ઘુઘીકા :-'એય ...બોલવામાં સભ્યતા રાખ્ય ..'
ઘૂઘેશ :-' નમસ્તે,જય ભારત સાથ આપને નમ્ર નિવેદન છે કે ,તમે મને બહુ ગમો છો,અને મને તમારા પ્રત્યે ખૂબ પ્રેમ છે,તો તેનો સ્વીકાર કરવા નમ્ર વિનંતી .....'આભાર''....!.''

HeartLike SMS #31 - SMS Length: 525
|
1 2 3 Next »

Jump to Page

Shayari App 2018

Download

advertisements